1 કાળવ્રત્તાંત 5 : 1 (GUV)
ઇઝરાયલના જ્યેષ્ઠપુત્ર રુબેનના પુત્રો:(કેમ કે તે જ્યેષ્ઠ હતો, પરંતું તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યાને લીધે તેનો જ્યેષ્ઠપણાનો હક ઇઝરાયલના પુત્ર યૂસફના પુત્રોને આપવામાં આવ્યો. અને વંશાવણી જ્યેષ્ઠપણાના હક પ્રમાણે ગણવાની નથી,
1 કાળવ્રત્તાંત 5 : 2 (GUV)
કેમ કે યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો, ને તેના વંશમાં સરદાર ઉત્પન્‍ન થયો. પણ જ્યેષ્ઠપણાનો હક તો યૂસફનો જ હતો.)
1 કાળવ્રત્તાંત 5 : 3 (GUV)
ઇઝરાયલના જ્યેષ્ઠપુત્ર રુબેનના પુત્રો:હનોખ, પાલ્લુ, હેસ્રોન તથા કાર્મી.
1 કાળવ્રત્તાંત 5 : 4 (GUV)
યોએલના પુત્રો:તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઈ.
1 કાળવ્રત્તાંત 5 : 5 (GUV)
તેનો પુત્ર મિખા, તેનો પુત્ર રાયા, તેનો પુત્ર બાલ.
1 કાળવ્રત્તાંત 5 : 6 (GUV)
તેનો પુત્ર બેરા, જેને આશૂરનો રાજા તિગ્લાથ-પિલ્નેસેર બંદીવાન કરીને લઈ ગયો હતો. તે રુબેનીઓનો સરદાર હતો.
1 કાળવ્રત્તાંત 5 : 7 (GUV)
તેઓની તેઢીઓની વંશાવળી ગણઈ, ત્યારે તેઓના કુટુંબો પ્રમાણે તેના ભાઈઓ આ હતા: એટલે મુખ્ય યેઈએલ, પછી ઝખાર્યા.
1 કાળવ્રત્તાંત 5 : 8 (GUV)
યોએલના પુત્ર શેમાના પુત્ર આઝાઝનો પુત્ર બેલા, જેઓ એરોએરમાં છેક નબો તથા બાલ-મેઓન સુધી રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 5 : 9 (GUV)
અને પૂર્વ તરફ ફ્રાત નદીથી તે અરણ્યની સરહદ સુધી તેમની વસતિ પ્રસારેલી હતી; કેમ કે ગિલ્યાદ દેશમાં તેઓનાં પશુનો વિસ્તાર વધ્યો હતો.
1 કાળવ્રત્તાંત 5 : 10 (GUV)
શાઉલના વખતમાં તેઓએ હાગ્રીઓ સાથે વિગ્રહ કર્યો, તે તેઓને હાથે માર્યા ગયા. તેઓ ગિલ્યાદની પૂર્વ બાજુના આખા [પ્રદેશ] માં પોતાના તંબુઓમાં વસ્યા.
1 કાળવ્રત્તાંત 5 : 11 (GUV)
ગાદના પુત્રો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસતા હતા.
1 કાળવ્રત્તાંત 5 : 12 (GUV)
મુખ્ય યોએલ, બીજો શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં [વસતા હતા];
1 કાળવ્રત્તાંત 5 : 13 (GUV)
તેઓના ભાઈઓ મિખાએલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ તથા એબેર, એ સાત હતા.
1 કાળવ્રત્તાંત 5 : 14 (GUV)
એઓ બૂઝના પુત્ર યાહદોના પુત્ર યશિશાયના પુત્ર મિખાએલના પુત્ર હૂરીના પુત્ર અબિહાઈલના પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 5 : 15 (GUV)
ગુનીના પુત્ર આબ્દિયેલનો પુત્ર આહી, તેઓના કુળના તેઓ સરદારો હતા.
1 કાળવ્રત્તાંત 5 : 16 (GUV)
તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના કસબાઓમાં તથા શારોનનાં બધાં ગોચરોમાં તેઓની સરહદ સુધી વસતા હતા.
1 કાળવ્રત્તાંત 5 : 17 (GUV)
યહૂદિયાના રાજા યોથામના સમયમાં તથા ઇઝરાયલના રાજા યરોબામનાં સમયમાં એઓ સર્વ વંશાવળી પ્રમાણે ગણાયા હતા.
1 કાળવ્રત્તાંત 5 : 18 (GUV)
રુબેનના પુત્રો, ગાદીઓ, તથા મનાશ્શાનું અર્ધુ કુળ, તેઓમાં ઢાલ તથા તરવાર બાંધી શકે એવા, ધનુર્વિદ્યા જાણનારા, યુદ્ધકુશળ, યુદ્ધમાં જઈ શકે એવા, શૂરવીર પુરુષો ચુમ્માળીસ હજાર સાતસો સાઠ હતા.
1 કાળવ્રત્તાંત 5 : 19 (GUV)
તેઓએ હાગ્રીઓની, યટૂરની, નાફીશની તથા નોદાબની સાથે યુદ્ધ કર્યું.
1 કાળવ્રત્તાંત 5 : 20 (GUV)
તેઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતિ કરી, ને તેમણે તેઓની વિનંતી માન્ય કરી; કારણ કે તેઓ તેમના પર ભરોસો રાખતા હતા. તેથી તેઓની વિરુદ્ધ તેઓને ઈશ્વરની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા તેઓ તેઓથી હારી ગયા.
1 કાળવ્રત્તાંત 5 : 21 (GUV)
તેઓ એ લોકોના ઢોર, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, હે હજાર ગધેડાં, અને એક લાખ માણસો લઈ ગયા.
1 કાળવ્રત્તાંત 5 : 22 (GUV)
તેઓમાંના ઘણાખરા તો કતલ થઈ ગયા હતા, કેમ કે તે યુદ્ધ ઈશ્વરનું હતું તેઓ એમની જગાએ બંદીવાસ થતાં સુધી વસ્યા.
1 કાળવ્રત્તાંત 5 : 23 (GUV)
મનાશ્શાના અર્ધકુળના જે વંશજો દેશમાં રહ્યા તેઓ બાશાનથી વધીને બાલ-હેર્મોન, સનીર તથા હેર્મોન પર્વત સુધી પહોંચ્યા.
1 કાળવ્રત્તાંત 5 : 24 (GUV)
તેઓના સરદારો આ હતા: એફેર, યિશઈ, અલિયેલ, આઝિએલ, યર્મિયા, હોદાવ્યા તથા યાહદ્દીએલ; એ પરાક્રમી શૂરવીરો તથા નામાંકિત પુરુષો પોતપોતાના કુળના સરદારો હતા.
1 કાળવ્રત્તાંત 5 : 25 (GUV)
તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું, તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો તેઓના દેવોની ઉપાસના કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા.
1 કાળવ્રત્તાંત 5 : 26 (GUV)
ઇઝરાયલના ઈશ્વર આશૂરના રાજા પૂલનું તથા આશૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું, તેથી તેણે તેઓને, એટલે રુબેનીઓને, ગાદીઓને તથા માનાશ્શાના અર્ધકુળને પકડી લઈ જઈને તેઓને હલાહ, હાબોર, હારા અને ગોઝાન નદીને કાંઠે લાવીને [વસાવ્યા]. ત્યાં આજ સુધી તેઓ રહે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: